ચાઈનીઝ દોરીએ આતંક મચાવ્યો છે ત્યારે માલવણના ૧૬ વર્ષીય સાબીરશા ફકીરનું ગળું કપાતા અરેરાટી વ્યાપી ગઈ છે. સાબીરશા પોતાના સ્કૂટર પર વાડીએથી ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે ચાઈનીઝ દોરી ગળામાં ફસાઈ જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં યુવાનના ગળાના ભાગે ૩૦ જેટલા ટાંકા લેવા પડ્યા હતા, જોકે સદનસીબે મુખ્ય નસ ન કપાતા મોટી જાનહાનિ ટળી હતી.