કલ્યાણપુર: કલ્યાણપુર નજીક કારની ઠોકરે વૃદ્ધને ઇજા
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા મુરુભાઈ લાખાભાઈ ગોરીયા નામના ૬૫ વર્ષના વૃદ્ધ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી એક સ્વીફટ મોટરકારના ચાલકે તેમને અડફેટે લેતા તેમને ફેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત સજીને આરોપી કાર ચાલક નાસી છૂટયોહતો. આ બનાવવા અંગે જીગરભાઈ મુરુભાઈ ગોરીયા (ઉ.વ. ૩૦, રહે. ભાટિયા) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ક