આણંદ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બેંકિંગ લોકપાલ વિભાગ દ્વારા આણંદ તાલુકાના નાવલી ગામ ખાતે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યુ
Anand, Anand | Sep 25, 2025 આરબીઆઈ દ્વારા બેંક સંબંધિત લોકપાલની નિમણૂક કરવામાં આવે છે. આ આરબીઆઈના લોકપાલ લોકોને બેન્કિંગ સંબંધી જાણકારી આપે છે અને લોકોના કોઈ પ્રશ્ન હોય તો સાંભળે છે. બેન્કિંગ લોકપાલ શ્રી સંસ્કૃતિ ગંગવાલે બેંકો વિરુદ્ધ કોઈપણ વ્યક્તિએ ફરિયાદ કરવી હોય તો ક્યા કરી શકાય?કેવી રીતે કરી શકાય ?અને તે બાબતની શું ગાઈડલાઈન છે ? આ ઉપરાંત સાયબર ફ્રોડ થી કેવી રીતે બચી શકાય ? તેની જાગૃતિ લાવવા માટે આણંદ તાલુકાના નાવલી ગામ ખાતે એક દિવસીય શિબિર યોજી હતી.