હળવદ: હળવદમાં મોગલ માતાજીના ભુવા તરીકે અંધશ્રદ્ધા ફેલાવતા ફિરોજ સંધિનો પર્દાફાશ કરતી વિજ્ઞાન જતા અને પોલીસ ટીમ
Halvad, Morbi | Oct 8, 2025 મોરબી જિલ્લાના હળવદમાં મોગલ માતાજીના ભુવા તરીકે ઓળખ આપીને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા ફિરોઝ સંધિ નામના શખસ સામે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કરીને કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. આ ભુવો લોકોને ભ્રમમાં નાખીને માતાજીની ટેક રખાવતો હોવાની ફરિયાદ મળતા વિજ્ઞાન જાથાની ટીમે સ્થળ પર જઈને તેની ધતિંગ લીલા ખુલ્લી પાડી હતી.