ગાંધીધામ: DPA ખાતે શિપિંગ સચિવના હસ્તે 193 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
શિપિંગ સચિવ વિજય કુમારે દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) કંડલાની મુલાકાત લીધી હતી,જ્યાં તેમણે કુલ ₹ 193 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ઉદ્ઘાટન થયેલા પ્રોજેક્ટ્સમાં શિપયાર્ડ માટે જમીન પુનઃપ્રાપ્તિ, નેશનલ હાઇવે-141 સાથે જોડતી કોસ્ટલ રોડ કનેક્ટિવિટી અને ડોમ-આકારનું સ્ટોરેજ ગોડાઉન નંબર 4નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોર્ટને ગ્રીન મિથેનોલ સુવિધા અને EV લોડર્સ મળ્યા છે.