હાલોલ: હાલોલ વડોદરા હાઇવે રોડ પર રિક્ષા અને અલ્ટો કાર વચ્ચે અક્સ્માત સર્જાતા 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા
હાલોલ વડોદરા હાઇવે ઉપર પોલીકેબ કંપની પાસે આજે શુક્રવારે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા અને અલ્ટો કાર વચ્ચે ટક્કર થતાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.અકસ્માત દરમિયાન રિક્ષામાં 6 લોકો સવાર હતા,જેમાં સવીતાબેન ધરજ્યા,સેજલ ડાભી અને રામભાઈ ભાવસારને ગંભીર ઇજાઓ પહોંચી હતી.તમામ ઇજાગ્રસ્તો ને 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.