પાલીતાણાના કંજરડા ગામે નાળાનું કામ શરૂ કરાયું, લોકોમાં ખુશીની લાગણી.પાલીતાણા તાલુકાના કંજરડા ગામે વર્ષોથી બેઠલું નાળું જર્જરીત હાલતમાં હતું જેથી લોકોને અવરજવરમાં અને ખાસ ચોમાસામાં પાણી આવતા ભારે તકલીફ નો સામનો કરવો પડતો જેથી ગામલોકોની રજૂઆતના પગલે તંત્ર દ્વારા કામ શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશીની લાગણી હાલ જૂનું નાળું કાઢી નવું ઊંચું નાળું બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી