શહેરમાં સાત વર્ષની દીકરીની દીક્ષાનો મામલો,પતિ પત્ની વચ્ચે ફેમિલી કોર્ટમાં સુખદ સમાધાન, સાંભળો વકીલ કેતન રેશમવાલાને
છેલ્લા ઘણા દિવસોથી સુરતના સાત વર્ષની દીકરીની દીક્ષાનો મામલો ચર્ચામાં છે.પિતા દ્વારા માસૂમ બાળકીની મુંબઈ ખાતે યોજાવા જઈ રહેલી દીક્ષા પર રોક લગાવવા અંગે સુરત ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.બીજી તરફ માતાએ સામેથી હાલ પૂરતી દીક્ષાનો કાર્યક્રમ સ્થગિત કરતી એફિડેવિટ રજૂ કરી હતી.જે કેસની સુનાવણી શુક્રવારે સુરતના નાનપુરા સ્થિત ફેમિલી કોર્ટમાં થઈ હતી.જ્યાં બંને પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન થયું હતું.આ અંગે વકીલ કેતન રેશમવાલા એ વધુ માહિતી આપી હતી. સાંભળો.