અમદાવાદ શહેર: જમીનદલાલ અપહરણ-ખંડણીકેસ, કુખ્યાત સંગ્રામસિંહ લંગડી કરતાં લવાયો: અમદાવામાં PIની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો
અમદાવાદમાં રામોલમાં જમીનદલાલ અને કન્સ્ટ્રક્શનનું કામ કરનારી વ્યક્તિનું કુખ્યાત સંગ્રામસિંહ અને તેના સાગરીતો દ્વારા અપહરણ કરીને દાગીના સહિત 53 લાખની લૂંટ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે. આરોપી પૈકી સંગ્રામસિંહે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇએની રિવોલ્વર છીનવવાની કોશિશ કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે ઝપાઝપીમાં તેના પગમાં ગોળી વાગી હતી. આજે (15 સપ્ટેમ્બર) ક્રાઈમ બ્રાન્ચ તમામ આરોપીઓને લઈને રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે પહોંચી