જૂનાગઢ: ગિરનારની લીલી પરિક્રમા ને લઈ સાધુ સંતોની ઉપસ્થિતિમાં કલેકટર ની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
આગામી 2 નવેમ્બર થી 5 નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તેના ભાગરૂપે વહીવટી તંત્ર, સાધુ સંતો અને સામાજીક સંસ્થાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં ઈન્દ્રભારતી બાપુ સહીતના સાધુ સંતો તથા પરિક્રમા દરમિયાન ઉતારા અને અન્નક્ષેત્ર ચલાવતી સંસ્થાના આગેવાનો, સામાજીક અગ્રણીઓ અને તંત્રના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં સૂચનો અને તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.