તળાજા: ગઢુલા ગામે “સરપંચની મંજૂરીથી માટી નાખી, છતાં મશીન જપ્ત” : ઉપસરપંચનો આક્ષેપ
ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તળાવમાંથી માટી ભરવાના મામલે વિવાદ સામે આવ્યો છે. ગામના ઉપસરપંચ અને મશીન માલિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરપંચની લેખિત મંજૂરી હોવા છતાં માત્ર 15 ફેરા માટી નાખવાના મામલે તેમનું મશીન અને ટ્રેક્ટર પકડી કાર્યવાહી કરવામાં આવી છે. મશીન માલિક વિક્રમભાઈ નાગજીભાઈએ જણાવ્યું હતું કે ગામના સરપંચની મંજૂરી અને ગામ લોકોની સહમતિથી તળાવમાંથી માટી કાઢી જેઠા દાદાના સ્થળે પુરાણ માટે નાખવામાં આવી રહી હતી. તેમના જણાવ્યા મુજબ મ