આણંદ શહેર: આણંદ જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા ઘરે ઘરે જઈ મતદારોને ૨.૮૧ લાખ ઉપરાંત મતદાર ગણતરી ફોર્મનું કરાયું વિતરણ
આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી તા. ૪, ડિસેમ્બર સુધી સબંધિત વિસ્તારના બુથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરી મતદારોને ફોર્મનું વિતરણ કરવામાં આવશે.