જામનગર શહેર: એરપોર્ટ પર યાત્રી સેવા દિવસની ભવ્ય ઉજવણી, મુસાફરોનું તિલક લગાવીને પારંપરિક સ્વાગત કરાવ્યું
જામનગર એરપોર્ટ પર આજરોજ વહેલી સવારથી આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ હવાઈ સફર માટે આવાગમન કરનારા મુસાફરોનું તિલક લગાવીને પારંપરિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે મનમોહક લોકનૃત્ય પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.