જેતલસર ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીના કૂવામાંથી દીપડાનું સફળ રેસ્ક્યુ
Jetpur City, Rajkot | Oct 17, 2025
જેતલસર ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીના કૂવામાંથી દીપડાનું સફળ રેસ્ક્યુ જેતપુર: તાલુકાના જેતલસર ગામની સીમમાં આવેલી એક વાડીના ઊંડા કૂવામાં અકસ્માતે પડી ગયેલા દીપડાને વન વિભાગની ટીમ તેમજ ગ્રામજનોએ હેમખેમ બચાવી લીધો હતો. વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. કલાકોની જહેમત બાદ, સફળતાપૂર્વક દીપડાને બહાર કાઢ્યો હતો. બચાવી લેવાયેલા દીપડાને નિરીક્ષણ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. વન વિભાગની આ કામગીરીથી સ્થાનિક ખેડૂતોએ રાહત અનુભવી હતી.