આ પ્રસંગે નાવલી ગામ ખાતે મહાનુભાવોના વરદહસ્તે નાવલી ગામ અને ક્લસ્ટરના પ્રબુદ્ધ નાગરિકો તથા સમાજમાં આગવું પ્રદાન કરનાર નાગરિકોનું સરદાર પટેલનો મોમેન્ટો તથા પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રીય એકતા પદયાત્રાના પદયાત્રીઓને લોકગાયક યોગેશદાન ગઢવીએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનગાથાને વર્ણવતો લોકડાયરાનું રસપાન કરાવ્યું હતું.