નર્મદા જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી ડો. હેતલ ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલમાં રક્તપિત્તના 7 નવા દર્દીઓ શોધવામાં સફળતા મળી છે અને તેઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. રક્તપિત્ત હવે સંપૂર્ણ મટી શકે છે, પરંતુ તેની માટે નિયમિત સારવાર લેવી અત્યંત જરૂરી છે. ચેપી રક્તપિત્ત માટે 12 માસ (1 વર્ષ) અને બિન-ચેપી રક્તપિત્ત માટે 6 માસ સારવાર લેવી જરૂરી છે.