ગોધરા શહેરના હ્યુન્ડાઈ શોરૂમ ખાતે નવી હ્યુન્ડાઈ વેન્યુ (Venue) કારનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી કારને બજારમાં મૂકી હતી. તેમની સાથે ગોધરા નગર પાલિકા પ્રમુખ જયેશભાઈ ચૌહાણ ગોધરા શહેર ભાજપ પ્રમુખ હ્યુન્ડાઈ ગ્રુપના ચેરમેન સુરેશભાઈ દેરાઈ, પ્રેસિડેન્ટ હ્યુન્ડાઈના ડિરેક્ટર પાર્થ દેરાઈ અને RM સંજય અગ્રવાલ પણ વિશેષરૂપે હાજર રહ્યા હતા. ધારાસભ્ય સી.કે. રાઉલજી ના હસ્તે રિબન કાપીને નવી વેન્યુ કારનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય એ ગોધરામાં ઓટોમોબાઇલ ક્ષેત્રની પ્રગતિ બદલ હ્યુન્ડાઈ ગ્રુપને અભિનંદન પાઠવ્યા હતા અને કારની ડિઝાઇન તથા ફીચર્સની પ્રશંસા કરી