દસાડા: વણોદમાં વિકાસ સપ્તાહની ઉજવણી: લાભ વિતરણ અને ખાતમુહુર્ત સાથે પ્રતિજ્ઞા
દસાડા તાલુકાના વણોદ ગામે ગુજરાત સરકારના 'વિકાસ સપ્તાહ - ૨૦૨૫' અંતર્ગત ધારાસભ્ય પી.કે. પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો વિકાસ રથનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું અને ગ્રામજનોએ વિકાસકામોની શોર્ટ ફિલ્મ નિહાળી હતી મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના ૫ લાભાર્થીઓને લાભો વિતરિત કરાયા હતા વિવિધ વિકાસકામોનું ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યું હતું 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન આપવા આત્મનિર્ભર ભારતની વિકાસ પ્રતિજ્ઞા લેવડાવી હતી.