ચિત્રાસણી ગામે બે ચોર પકડાયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.
Palanpur City, Banas Kantha | Nov 2, 2025
પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે બે ચોર ગામ લોકોના હાથે પકડાયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં આજે રવિવારે સાંજે 5:30 કલાક આસપાસ વાયરલ થયો છે. જેમાં આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ચોરી કરવા આવેલા બે ચોરને ગામ લોકોએ ઝડપી લીધા છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.