વાલિયા તાલુકામાં તમામ આદિવાસી સમાજના ભાઈઓમાં એકતા વધે સામાજિક રીતે યુવાનોમાં બંધુત્વનું ભાવના વધે તે માટે યુથ પાવર વાલિયા દ્વારા YPCL-2025-26નું આયોજન કરવામાં આવ્યું છે. ચમારીયા ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે બીજો રાઉન્ડ રમાડવામાં આવ્યો હતો.જેમાં ભિલોડ,કરા, કોંઢ,વટારીયા વચ્ચે રમાઈ હતી.આ કાર્યક્રમમાં આયોજક યુથ પવારના અધ્યક્ષ રજની વસાવા,વિનય વસાવા,વિજય વસાવા તેમજ કેતન વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.