મોરબી: મોરબીમાં વ્યાજખોરોએ યુવકને છરીના ઘા ઝીંકી કરી પૈસાની ઉઘરાણી; ત્રણ શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ
Morvi, Morbi | Oct 19, 2025 મોરબીના રોહિદાસપરામા રહેતા યુવકે આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય અને દર માસે વ્યાજની ચુકવણી કરતા હોય પરંતુ છેલ્લા છ-સાત માસથી વ્યાજના પૈસા ન ચૂકવી શકતા આરોપીઓએ ઉઘરાણી કરતા પૈસાની સગવડ ન હોવાનું જણાવતા આરોપીઓ યુવકને ગાળો આપી છરી વડે ઇજા કરી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની બી ડિવિઝન પોલીસ મથકમા ફરીયાદ નોંધાઈ છે.