ભાવનગર શહેરના અલ્ટ્રા મેરેથોન રનર હાર્દિક મકવાણાએ યુવા પેઢીમાં વધતા નશા અને મોબાઈલના વળગણ સામે જાગૃતિ લાવવા અનોખી પહેલ કરી છે. તેઓ નિલમબાગ સર્કલ થી દ્વારકા સુધી આશરે 413 કિમીની યાત્રા દોડીને પૂર્ણ કરી અને આજે ભાવનગર આવતા આજે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું, ફિટનેસ અને તંદુરસ્ત જીવનશૈલીનો સંદેશ આપવાનો હેતુ ધરાવતી આ દોડ પૂર્ણ કરી ‘વર્લ્ડ એક્સેલન્સ ઓફ રેકોર્ડ’ માં નામ નોંધાવવાના છે.