દસાડા: પાટડી કડવા પાટીદાર જ્ઞાતિભવન ખાતે રાજ્ય તલાટી કમ મંત્રી અને સર્કલ ઇન્સ્પેક્ટર ની રાજ્ય કક્ષાની કારોબારી યોજાઈ
દસાડા તાલુકાના પાટડી ખાતે ગુજરાત રાજ્યના નિવૃત તલાટી કમ મંત્રી અને સર્કલ ઇન્સ્પેક્ટર ની રાજ્ય કક્ષાની કારોબારી મિટિંગ યોજાઈ જેમાં જિલ્લાના પ્રતિનિધિ હીરાભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને આ મિટિંગ યોજાઈ આ મિટિંગમાં મહામંત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ નિવૃત તલાટીઓના પ્રશ્નો બાબતે રજૂઆતો કરવામાં આવી આ અંગે સર્વાનુમતે ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો.