તાલુકાના ધાણેટી ગામ નજીક હાઈવે પર અસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં રોડ પર ટ્રક પાર્ક કરી નીચે ઉતરતા ચાલકને કારની ટક્કરથી ગંભીર ઈજાઓ પહોચતા મોત નીપજ્યું હતું. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ ભચાઉ તાલુકાના શિકરા ગામના 35 વર્ષીય હરેશ કોલી નામના યુવાનનું અકસ્માતમાં મોત થયું હતું. બનાવ સોમવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી ટ્રક ચાલકે ટ્રકને ધાણેટી નજીક રોડ પર પાર્ક કર્યો હતો. એ દરમિયાન કારના ચાલકે તેને હડફેટે લેતા ગંભી