એસ.ઓ.જી.પોલીસે મિયાણી નજીકથી તમંચા સાથે 1 શખ્સને ઝડપી લીધો
Porabandar City, Porbandar | Sep 15, 2025
એસ.ઓ.જી.પોલીસે ભાવપરા મિયાણી ગામ વચ્ચેના રસ્તે સુભાસનગર ખાતે રહેતા પવન ગોપાલભાઈ ચામડિયા નામના શખ્સને દેશી હાથ બનાવટી તમંચા સાથે ઝડપી લીધો હતો.પોલીસે રૂપિયા 7 હજારનો મુદામાલ કબ્જે કરી પવન ગોપાલભાઈ ચામડિયા અને તમંચા આપનાર ભીમસિંગ ધરણાભાઈ આબલિયા સામે મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.