કરજણ: કરજણ તાલુકા ના કણભા,હાદોડ,સહિત નાં આઠ જેટલા ગામો માં ચૂંટણી બહિષ્કાર નાં બેનરો લાગ્યા
કરજણ તાલુકા ના આંઠ જેટલા ગામો માં ચૂંટણી બહિષ્કાર નાં બેનરો લાગતા તંત્ર માં ખડભડાટ સરકાર દ્વારા બનાવેલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે તેમજ રેલવે કૉરીડોર કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હોય ત્યારે અને આગામી સમયમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી હોય ત્યારે કરજણ તાલુકાના 8 જેટલા ગામોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગવા પામ્યા હતા એક્સપ્રેસ હાઇવે બનતા તેમજ રેલવે કોરિડોર બન્યા બાદ પણ ખેડૂતોને પૂરતું વળતર ન મળતા ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા હતા