ગુરુવારે બપોરે ભેસ્તાન સ્થિત smc આવાસ ના બંધ ફલેટમાંથી નઝીર અહેમદ નામના યુવકની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવી હતી.ઘટના અંગેની જાણકારી મળતા ભેસ્તાન પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને.તપાસ શરૂ કરી હતી.જ્યાં લાશને પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી મોતનું સચોટ કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.