પંચમહાલના કદાવર નેતા જેઠાભાઈ ભરવાડનું વિધાનસભા પક્ષમાંથી રાજીનામું. ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે અચાનક વિધાનસભા પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે. પંચમહાલના કદાવર નેતા અને સહકારી ક્ષેત્રના અગ્રણી એવા જેઠાભાઈના આ નિર્ણયથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પોતાના પદ અને પક્ષમાંથી રાજીનામું આપતા રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે.