કાંસુડી–ગોધરા રેલવે સેક્શન પર અવધ એક્સપ્રેસમાંથી ત્રણ વર્ષનો બાળક પડી જતાં મોટી દુર્ઘટના ટળી. મુઝફ્ફરપુરથી વાપી જતી ટ્રેનમાં સંતોષ યાદવનો પુત્ર શૌચાલય પાસે લપસી રેલવે ટ્રેક પર પડી ગયો. તે સમયે મુંબઈ–નવી દિલ્હી તેજસ રાજધાની એક્સપ્રેસ નજીક આવી રહી હતી. ફરજ પર રહેલા આરપીએફ કોન્સ્ટેબલ રમેશ જાધવે જોખમ ઉઠાવી ઝડપથી દોડી જઈ બાળકને ટ્રેક પરથી સુરક્ષિત સ્થળે ખેંચી લીધો. તેમની તત્પરતા અને બહાદુરીથી બાળકનો જીવ બચી ગયો. બાદમાં બાળકને પરિવારને સોંપી દેવાયો