દાંતા: અંબાજી ગ્રામ પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી
અંબાજી ગ્રામ પંચાયતમાં આજે સામાન્ય સભા યોજાઈ હતી આ સામાન્ય સભામાં 13 મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી જેમાંથી 11 મુદ્દા સર્વાનુમતે પાસ થયા હતા અને બે મુદ્દા બહુમતીથી પાસ થયા હતા આ સભામાં સામાજિક ન્યાય સમિતિ ની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેમજ અંબાજીની તમામ મિલકતોનો રીસર્વે અને આકારણી માં સુધારા કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું તેમજ અંબાજીના રોડ રસ્તા માટે અને ગ્રાન્ટ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યુ હતું