ભાભર તાલુકાના ચાતરા ગામના સરપંચ વશરામજી ઠાકોરે સેડવ માઈનોર નર્મદા કેનાલની સફાઈ માટે રજૂઆત કરી રવિ સિઝન માટે ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી મળી રહે તે માટે કેનાલ તાત્કાલિક સાફ કરવાની માંગ કરવામાં આવી છે.ચાતરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ લાંબા સમયથી સાફસફાઈ વિનાની છે. કેનાલના નાળામાં રેતી ભરાઈ જવાને કારણે પાણીનો પ્રવાહ અવરોધાયો છે, જેના કારણે પાણી આગળ પહોંચી શકતું નથી આ સમસ્યા અંગે સત્વરે કાર્યવાહી કરવા મંત્રી સ્વરૂપજી ઠાકોરને રજુ કરી હતી