મુંદરામાં આજે સવારે અને બપોરે આંકફેરનો જુગાર રમાડતા બે પન્ટરને પોલીસે ઝડપીને કાર્યવાહી કરી હતી. મુંદરાના નદી નાકા પાસે સવારે આંક ફરકનો જુગાર રમાડતા રવિ કાંતિ મહેશ્વરી (રહે. મુંદરા)ને રોકડા રૂા. 510, ડાયરી-પેન સાથે જ્યારે બપોરે બારોઇના બસ સ્ટેશન પાસેથી અલ્તાફ સાલેમામદ કકલ (રહે. બારોઇ)ને રોકડા રૂા. 430 સહિતના મુદ્દામાલ સાથે ઝડપી જુગારધારા તળે ગુનો નોંધી મુંદરા પોલીસે કાર્યવાહી કરી હતી.