આગામી દિવસોમાં લગ્નની સીઝન શરૂ થનાર છે ત્યારે શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જશવંતસિંહ બળવંતસિંહ ઉર્ફે જે.બી.સોલંકીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વીડિયો વાયરલ કરી તમામ સમાજના લોકોને ખોટા ખર્ચથી બચવા માટે સમૂહલગ્નમાં લગ્ન કરવાની અપીલ કરી હતી,સાથે જ દેખાવ નહીં કરી પોતાની મર્યાદા મુજબ ખર્ચ કરવાની પણ અપીલ કરી હતી,જેમાં દેવાથી બચવું જોઈએ તેમ કહ્યું હતું.