તળાજા: બોરડા નજીક અકસ્માત: બાઇક પલટી ખાતાં એકનું મોત, મહિલા ઈજાગ્રસ્ત
ભાવનગર જિલ્લાના તળાજાથી મહુવા જતાં સોમનાથ નેશનલ હાઈવે પર બોરડા ગામ નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, બાઇક અચાનક પલટી ખાઈ જતા એક વ્યક્તિનું દુઃખદ મોત નિપજ્યું હતું, જ્યારે બાઇક પર સાથે રહેલી મહિલાને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકનું નામ ધનજીભાઈ રામજીભાઈ વાઢેર હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે. આ બનાવ બનતા જ આસપાસ