પાદરા પોલીસને મળેલી બાતમીના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાદરા ST ડેપો પાસે આવેલા પેટ્રોલ પંપ સામે પોલીસે દરોડો પાડી જાણીતા બુટલેગર ભરત પરમાર ઉર્ફે ભરત મોટા સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી 45 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા વિદેશી દારૂની અંદાજિત કિંમત રૂ. 3.60 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવામાં આવતા બે ફોર વ્હીલ વાહનો સહિત કુલ રૂ.