હાલોલ: હાલોલ વીએમ સ્કૂલ ખાતે નમો કે નામ રક્તદાન અંતર્ગત ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
નમો કે નામ રક્તદાન' ની મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવમાં હાલોલ વીએમ સ્કૂલ ખાતે રેડ ક્રોસ સોસાયટી અને ઇન્દુ બ્લડ બેન્ક ના સહયોગ થી ઉભા કરવામાં આવેલા ચાર સેન્ટર માં આજે મંગળવારે સવારે 8 કલાકે રક્તદાન મહાઅભિયાન ની શરૂઆત ધરાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતીમાં બ્લડ ડોનેશન કેમ્પ ની શરૂઆત કરાવી હતી.હાલોલ વિધાનસભા વિસ્તાર માં જ 1,500 યુનિટ એકત્ર થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.હાલોલ વિધાનસભા ના ચાર સેન્ટરો ઉપર ઉત્સાહભેર રક્તદાનની શરૂઆત થઈ છે.