ગાંધીધામ: કંડલા પોર્ટે અજોડ ગતિ સાથે 24 કલાકમાં વિક્રમી કાર્ગો હેન્ડલ કર્યો
દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA), કંડલા પોર્ટે માત્ર 24 કલાકમાં 81,024 ટન કોલસાનો વિક્રમજનક નિકાલ કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. એમ.વી. મેરાથોસ જહાજ સાથે કાર્ગો બર્થ નંબર-7 પર આ કામગીરી કરવામાં આવી હતી, જેને પોર્ટે અજોડ ગતિ, ચોકસાઈ અને ટીમવર્કનો માપદંડ ગણાવ્યો હતો. આ સિદ્ધિમાં આશાપુરા સ્ટીવોડોર્સ, સીસ્કેપ શિપિંગ એજન્સી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, બાલાજી ઇન્ફ્રાપોર્ટ અને બાલાજી માલ્ટ્સ પ્રાઇવેટ લિમિટેડની ભૂમિકા મહત્ત્વની રહી હતી.