જાફરાબાદ: દિલ્હી બ્લાસ્ટનો પ્રભાવ ગુજરાતમાં પણ — રાજુલા-જાફરાબાદમાં ઉંચી સતર્કતા સાથે ચેકિંગ ઓપરેશન ધમધમ્યું!
દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ અમરેલી જિલ્લામાં સુરક્ષા તંત્ર સતર્ક બની ગયું છે. પોલીસ દ્વારા રાજુલા અને જાફરાબાદ વિસ્તાર સહિતના મહત્વના ઉદ્યોગિક એકમોમાં આજે વિશેષ ચેકિંગ હાથ ધરાયું. આ ચેકિંગ દરમિયાન પીપાવાવ પોર્ટ, પીપાવાવ શિપયાર્ડ, અલ્ટ્રાટેક પાવર પ્લાન્ટ, જીપીપીસી પાવર પ્લાન્ટ અને નર્મદા સિમેન્ટ કંપની ખાતે SOG તથા BDDSની ટીમોએ સઘન તપાસ કરી. તંત્ર તરફથી સુરક્ષાના ભાગરૂપે ઉદ્યોગિક એકમોને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.