ધોળકા: પંજાબના ધારાસભ્ય જી. એસ. મુલતાનીએ મોટબોરૂ, કૌકા અને રાજપુરની મુલાકાત લીધી, આમ આદમી પાર્ટીના આગેવાનોને આપ્યું માર્ગદર્શન
પંજાબના મુકેરિયન વિધાનસભા વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રોફેસર જી. એસ. મુલતાનીએ તા. 09/01/2026 ના રોજ ધોળકા વિધાનસભામાં સમાવિષ્ટ મોટી બોરૂ, કૌકા અને રાજપુર ગામનીમુલાકાત લીધી હતી. તેમણે ધોળકા વિધાનસભા વિસ્તારના આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન આપ્યું હતું.