રાષ્ટ્રવ્યાપી 'સરદાર @ ૧૫૦: યુનિટી માર્ચ' કાર્યક્રમના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા વિધાનસભા મતવિસ્તારમાં એક ભવ્ય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા મૂર્તિમંત કરાયેલા એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યોને જન-જન સુધી પહોંચાડવાનો હતો. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ અને અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક સહભાગીતા નોંધાવી.