ભુજ શહેરના હોસ્પિટલ રોડ પર આવેલા ફંકી રેડીમેડ શોરૂમના બેસમેન્ટમાં આવેલા સ્ટોર રૂમમાં આજે સવારે આગ લાગી હતી. આગની જાણ થતાં જ ભુજ ફાયર વિભાગની ટીમ બે વોટર બાઉઝર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. સ્ટોર રૂમમાં કપડાં, પ્લાસ્ટિક અને થર્મોકોલ જેવી સામગ્રી હોવાથી ધુમાડો અને ગૂંગળામણની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ફાયર ટીમને બ્રિથિંગ સેટ પહેરીને આગ બુઝાવવી પડી હતી. આશરે સવા કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. સદભાગ્યે, ગ્રાહકો સમયસર બહાર નીકળી જતાં કોઈ જાન