ખેડબ્રહ્મા: શહેરના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નવરાત્રી દરમિયાન નોન-વેજ ની દુકાનો બંધ રાખવા નાયબ કલેક્ટરને રજૂઆત કરાઈ..!
ખેડબ્રહ્મા વિશ્વ હિન્દુ પરિષદ/ બજરંગ દળ દ્વારા આગામી 22 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી નવરાત્રી પર્વને લઈ ખેડબ્રહ્મા તાલુકામાં નોન-વેજ ની દુકાનો કે જે નવરાત્રિના દિવસોમાં સદંતર બંધ રાખવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે બપોરે અંદાજિત 2 વાગ્યાની આસપાસ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.