ગોધરા: પંચમહાલમાં 'બુલેટ' બાઇકના બેફામ સાયલન્સર સામે કાયદેસરની કાર્યવાહીની માગ, એડવોકેટ રમજાની જુજારા એ SP ને પત્ર લખ્યો.
પંચમહાલ જિલ્લાના એડવોકેટ રામજાની વાય. જુજારા દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં 'બુલેટ' બાઇકના મોડિફાઇડ સાયલન્સર અને તેનાથી થતા પ્રદૂષણ અને અવાજ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. આ પત્રમાં ખાસ કરીને સગીર વયના બાળકો દ્વારા બેફામ રીતે બુલેટ ચલાવવા સામે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પત્રમાં જણાવાયું છે કે, ગોધરા અને આસપાસના વિસ્તારોમાં ઘણા યુવાનો, ખાસ કરીને સગીર વયના નબીરાઓ, મોટા અવાજવાળા મોડિફાઇડ