સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આદિવાસીઓના કથિત ધર્માતરણના મુદ્દે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રવૃતિ્તઓના વિરોધમાં દેવ બિરસા| સેના દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીના અંતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ધર્માતરણના નેટવર્કની ઊંડી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી.