સીંગવડ: રણધીકપુર સહિત જિલ્લામાં NRLM યોજનાના સ્વ-સહાય જુથ મિટિંગ તેમજ કેશ ક્રેડિટ ધિરાણ હેતુ બેંકમાં વિઝિટ કરાયા
Singvad, Dahod | Nov 4, 2025 આજે તારીખ 04/11/2025 મંગળવારના રોજ બપોરે 3 કલાકે આપેલ માહિતી અનુસાર રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (NRLM) યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં સ્વ-સહાય જૂથોની મીટીંગ યોજાઈ હતી.મીટિંગ દરમિયાન જૂથ સભ્યોને નાણાકીય સક્ષમતા, બચત તેમજ ધિરાણ સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું.આ અવસરે સભ્યો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓની સમીક્ષા સાથે આગામી યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી.