માંગરોળ: કોઠવા વેરાકુઇ સહિત સંખ્યાબંધ ગામોમાં કમોસમી વરસાદથી ઈંટ ઉદ્યોગકારોને લાખો રૂપિયાનું નુકસાન થયું
Mangrol, Surat | Oct 26, 2025 માંગરોળ તાલુકાના કોઠવા વેરાકુઈ સહિત સંખ્યાબંધ ગામોમાં ઈટ ઉદ્યોગકારોને કમોસમી વરસાદથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે તાલુકામાં 100 થી વધારે ઇટના ભઠ્ઠા આવેલા છે હાલ શરૂઆત હોવાથી 25 જેટલા એક ઉદ્યોગકારોએ ઈટ બનાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ વરસાદને કારણે કાચી ઈંટો પલળી ગઈ હતી જેથી ઇંટ ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે