હાલોલ: હાલોલના પાલનપુર નજીક એસટી બસ ઝાડ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો
હાલોલના પાલનપુર ગામ પાસે તા.26 ઓક્ટોબર રવિવારના રોજ ડભોઈ થી મોડાસા જતી એસટી બસને અકસ્માત નડ્યો હતો.એક હાઈવા ટ્રકે રોંગ સાઈડ દબાવતા સામેથી આવતી મારુતિવાનના ચાલકે અચાનક બ્રેક મારી દેતા પાછળ ચાલી રહેલી એસટી બસના ચાલકે પણ અચાનક બ્રેક મારી હતી જેના પગલે એસટી બસ રોડની સાઈડમાં આવેલ ખાડામાં ખાબકી હતી એસટી બસમાં સવાર 40 મુસાફરો તેમજ ડ્રાઇવર અને મહિલા કંડકટરનો આબાદ બચાવ થયો હતો