રાપર: વિવિધ પડતર માંગણી અને હાઈકોર્ટના નિર્ણયની અમલવારીની માંગ સાથે વિવિધ મુદે આંગણવાડી બહેનોની રજૂઆત
Rapar, Kutch | Nov 3, 2025 તાલુકાના આંગણવાડી વર્કર બહેનોને પોષણ ટ્રેકરની ઓનલાઇન કામગીરી માટે રાજ્ય સરકારે સીયુજી સિમ કાર્ડ આપ્યા પણ મોબાઈલ ન આપ્યા જેના કારણે બહેનોને આંગણવાડીનું ઓનલાઇન કામ કરવામાં અનેક મુશ્કેલીઓ પડે છે તેમજ પર્સનલ મોબાઈલમાં વારંવાર વિડિઓ કોલ, ફોટા અપલોડ જેવી 15 વધારાની કામગીરી કરાતી હોવાથી છેલ્લા 3 વર્ષથી સરકારી મોબાઈલ માટે રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો ન આવતા કંટાળીને રજૂઆત કરી સીમ પરત કર્યા હતા