નડિયાદ: સલુણ બસ સ્ટેન્ડ પાસે બે દ્વિચક્રી વાહનો વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજ્યું.
સલૂન બસ સ્ટેન્ડ પાસે બે દ્વિચક્રી વાહનો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનુ મોત નિપજ્યુ છે .મળતી માહિતી અનુસાર નડિયાદના સુરાસામળમાં રહેતા પ્રફુલભાઈ દરજી એકટીવા લઈને સલૂન બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન પુરપાટ ઝડપે પસાર થતાં બાઈક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને વાહનચાલકો રોડ પર પટકાતા ઈજા ગ્રસ્ત થયા હતા જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.