જોટાણા: કટોસણ ગામેથી ₹11000/-ની કિંમતનો 74નંગ બોટલ બિયરનો જથ્થો ઝડપાયો
જોટાણા તાલુકાના સાંથલ પોલીસ સ્ટેશનના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે કટોસણ ગામે એક ઈસમ પોતાના ઘરે વિદેશી બિયરનો જથ્થો રાખી વેપાર કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે રેડ કરતા પ્લાસ્ટીકની થેલીમાંથી જુદી જુદી બ્રાંડની 74 નંગ બોટલો જેની કિંમત ₹11000/- મળી આવી હતી. રેડ દરમ્યાન આરોપી હાજર મળી આવેલ ન હોય પોલીસે બિયર કબજે કરી ગુનો નોંધી વધું કાર્યવાહી હાથ ધરી હતી.